ગુજરાત
News of Wednesday, 24th June 2020

રાજ્યમાં અનલોક-2ની તૈયારી : રાત્રી કર્ફ્યુનો સમય વધી શકે : કેટ્લીક પાબંધી હટાવાના સંકેત આપતા મંત્રી ફળદુ

સાંજે 7 વાગ્યાથી વધારી 10 સુધીનો કરાય તેવી શક્યતા: પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ 70% શરૂ કરવા સંભવ : રેસ્ટોરાં-હોટલ-બજારોને 10 વાગ્યા સુધી ખુલ્લા રાખવા પર વિચારણા

 

અમદાવાદ : રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે ગુજરાત સરકારે આગામી અનલૉક-02ની તૈયારી શરૂ કરી છે. મંત્રી આર.સી ફળદુએ ગુજરાતમાં પાબંદીઓ હટવાના સંકેત આપ્યા છે. રાજ્ય સરકાર રાત્રિ કર્ફ્યુને સમય વધારી શકે છે. રાજ્ય સરકાર આગામી સમયમાં કેટલીક રાહત આપી શકે છે. તો રાત્રી કર્ફ્યુ અંગે ગૃહવિભાગે સ્પષ્ટતા પણ કરી છે

1 જુલાઈથી અનલૉક-2ની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે, જેમાં હાલ રાત્રિના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ છે. જેને લંબાવીને 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કરાય તેવી શક્યતા છે. ધંધા-રોજગારના સમયમાં ફેરફાર થવાની પણ શક્યતા છે.

રાજ્ય સરકાર સાંજે 7 વાગ્યાથી વધારી 10 વાગ્યાનો કરવામાં આવે તેવી શક્યતા છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ 70% શરૂ કરવાનો પણ નિર્ણય લેવાઈ શકે છે. રેસ્ટોરાં-હોટલ-બજારોને 10 વાગ્યા સુધી ખુલ્લા રાખવા પર વિચારણા કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના પાલનના કડક આદેશ સાથે હજુ થોડા દિવસ સુધી રાત્રિ કર્ફ્યુ ચાલુ રાખવામાં આવે તેવી શક્યતા છે. ત્યારે આર.સી ફળદુએ કહ્યું કે, હવે ક્યા સુધી કોરોના-કોરોના કરીશુ. કોરોના હવે જીવનનો ભાગ બની જવો જોઈએ.

રાત્રી કર્ફ્યુ અંગે ગૃહવિભાગે સ્પષ્ટતા કરી છે કે, રાત્રી દરમિયાન મુસાફરોને અટકાવવામાં આવે. અન્ય રાજ્યો કે જિલ્લામાંથી મુસાફરી કરીને બસ સ્ટોપ, રેલવે સ્ટેશન કે એરપોર્ટ પરથી મુસાફરોને અટકાવવામાં આવે. ગૃહવિભાગે અનલોક 1માં રાત્રે નવ વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવ્યું છે જેને લઈને રાત્રે મુસાફરી કરીને આવતા લોકોને હેરાન થવું પડે તે માટે નિર્ણય લેવાયો છે.

 

(11:51 pm IST)