ગુજરાત
News of Monday, 24th June 2019

દેશની લોકશાહીને ઉની આંચ ન આવે એવો સંકલ્પ કરો કાશ્મીરને કમીટમેંટ તરીકે સ્વીકારો : વિજયભાઈ રૂપાણી

વડોદરામાં બલિદાન દિવસ-કટોકટી દિવસની ઉજવણી પ્રસંગે શ્યામાપ્રસાદ મુખર્જીને અંજલિ આપતા મુખ્યમંત્રી

 

વડોદરા :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીજીએ વડોદરા મહાનગર ભારતીય જનતા પક્ષ આયોજિત બલિદાન દિવસ-કટોકટી દિવસની ઉજવણી પ્રસંગે ભારતીય જનસંઘના આદ્યસ્થાપક અને કાશ્મીર માટે બલિદાન આપનારા શ્યામાપ્રસાદ મુખર્જીને ભાવસભર અંજલિ આપી હતી. કાશ્મીરને ભારતનો અભિન્ન હિસ્સો બનાવી રાખવા તેમણે આપેલી કુરબાનીની ભૂમિકા આપી હતી.

  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપણા વિચારો ધરાવતા સાંસદોથી ભરેલી સંસદની કલ્પના સાકાર કરી છે નવી પેઢીને કોંગ્રેસના કાળા કરતૂતોની અને આપણા સંઘર્ષના ઇતિહાસની જાણકારી આપવી જરૂરી છે

  મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે દેશની લોકશાહીને ઉની આંચ આવે એવો સંકલ્પ કરો અને  કાશ્મીરને કમીટમેંટ તરીકે સ્વીકારો રૂપાણીએ  સતત જવાબદારીનું ભાન રાખીને કામ કરવા શીખ આપી હતી અને કટોકટીના કાળા દિવસોની સંઘર્ષ ગાથાઓની કાર્યકરોને વાકેફ કર્યા.હતા

  મુખ્યમંત્રીએ જણાવ્યું કે, શ્યામાપ્રસાદજીના કાશ્મીરમાં થયેલા રહસ્યમય મૃત્યુ પછી દેશમાં જે આંદોલનો થયાં, તેના પરિણામે કાશ્મીરમાં ભારતીય રાષ્ટ્રધ્વજ અને ભારતીય બંધારણનો સ્વીકાર થયો. કાશ્મીરના મુખ્ય પ્રધાનને મળેલો પ્રધાનમંત્રીનો દરજ્જો નાબૂદ થયો અને તે મુખ્યમંત્રી તરીકે ઓળખાયા. શ્યામાપ્રસાદજીએ કાશ્મીરમાં બે નિશાન, બે વિધાન અને બે પ્રધાન નહીં ચલાવવાનો દેશને કોલ આપ્યો હતો. એમણે સંઘર્ષો અને બલિદાનથી કોલ સાકાર કરી બતાવ્યો.હતો 

 

(10:54 pm IST)