ગુજરાત
News of Monday, 24th June 2019

વડોદરામાં મુખ્યમંત્રી રૂપાણીના કાફલા સામે યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન : પોલીસમાં દોડધામ

શિક્ષણનું વેપારીકરણ, ગંદુ પાણી સહિતની બાબતે વિરોધ"અટકાયતી પગલાં લેવાયા

 

વડોદરામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાફલા સામે શહેર યુવક કોંગ્રેસના આગેવાનોએ વિરોધ કર્યો હતો. વડોદરા શહેર કોંગ્રેસના યુવકોએ શિક્ષણનું વેપારીકરણ, ગંદુ પાણી સહિતના બાબતે વિરોધ નોંધાવ્યો હતો.પોલીસ બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. જો કે બાદમાં પોલીસ દ્વારા વિરોધ કરનાર કોંગ્રેસ આગેવાનો સામે અટકાયતી પગલા લેવાયા હતા

   અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાવાસીઓ છેલ્લા ઘણા દિવસોથી ગંદા પાણીથી પરેશાન છે. ઘણા વિસ્તારોમાં લોકોને પીવાની ભારે સમસ્યા છે. જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

(10:48 pm IST)