ગુજરાત
News of Monday, 24th June 2019

બગોદરા રણકાંઠા વિસ્તારના શીયાળમાં ડિગ્રી વગરના બે બંગાળી બોગસ ડોકટરો ઝડપાયા

બગોદરા પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી શીયાળ ગામે દરોડો પાડ્યો

 

બગોદરા રણકાંઠા વિસ્તારના શીયાળ ગામમાં ડીગ્રી વગરના બોગસ ડોકટરો પ્રેકટીસ કરતા હોવાની બાતમીના આધારે બગોદરા પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી શીયાળ ગામે દરોડો પાડીને કોઈપણ ડીગ્રી વગર ડોકટરની પ્રેકટીસ કરતા બે ડોકટરોને ઝડપી લઇ પોલીસ કેસ કરી પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.

   અંગે મળતી વિગત મુજબ બગોદરા પી.એસ.આઇ.પી..જાદવને રણકાંઠાના શીયાળ ગામમાં બે બોગસ ડોકટરો કોઇ પણ ડીગ્રી વગર પ્રેકટીસ કરતા હોવાની મળેલ બાતમીના આધારે બગોદરા પોલીસની ટીમે આરોગ્ય વિભાગના મેડીકલ ઓફીસરને સાથે રાખી શીયાળ ગામે રેડ કરી હતી.જ્યાં ગામમાં જઇ તપાસ કરતા બે બંંગાળી કૃપાસીંધુ પુહાર અને વાસુદેવ હરીદાસ વિસ્વાસ ડોકટરની પ્રેકટીસ કરતા હતા

  બંન્ને પાસે પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે ડોકટરની ડીગ્રીના આધાર પુરાવા માંગ્યા હતા.પરંતુ બંન્ને મુન્નાભાઇ એમ.બી.બી.એસ.હોવાથી તેઓની પાસે કોઇ પણ જાતની ડીગ્રી હોવાથી પોલીસે દવાઓ અને ડોકટરના સાધનો કબ્જે લઇ મેડીકલ ઓફીસરની ફરીયાદના આધારે ધરપકડ કરી હતી.હાલ બંન્ને ડોકટરોને બગોદરા પોલીસે પોલીસ સ્ટેશન લઇ જઇ પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.

(10:19 pm IST)