ગુજરાત
News of Monday, 24th June 2019

ગાંધીનગરમાં ટેટ પાસ કરેલા ઉમેદવારોના સરકાર સામે દેખાવો : પ્રવાસી શિક્ષક પ્રથા બંધ કરવા માંગ

ઉમેદવારોએ માંગણી પૂરી ન થાય તો વિધાનસભા ઘેરવાની ચીમકી આપી

 

ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં ટેટ પાસ કરેલા ઉમેદવારોએ સરકાર સામે દેખાવો કર્યા હતા  ઉમેદવારોએ પ્રવાસી શિક્ષકની પ્રથા બંધ કરવાની માંગ કરવા સાથે પીટીસીના ઉમેદવારોની લાંબા સમયથી બંધ ભરતી સત્વરે ચાલુ કરવાની માંગ કરી હતી.

 ટેટ પાસ ઉમેદવારોએ માંગણી પૂરી થાય તો વિધાનસભા ઘેરવાની ધમકી આપી હતી. મહત્વનું છે કે ટેટ એકના 20,૪ર૬ ઉમેદવારો પાસ થયા છે છતાં 2015થી તેમની ભરતી કરાઇ. નથી

   જિલ્લા પ્રાથમિક શાળાઓમાં 4,589 જગ્યા ખાલી હોય છે છતાં ભરતી નથી કરાઇ. છેલ્લા દસ વર્ષમાં એકથી પાંચમાં માત્ર 5300 શિક્ષકોની ભરતી કરાઇ છે. જો સરકાર આગામી દિવસોમાં ભરતી પ્રક્રિયા શરૂ નહીં કરે તો આગામી દિવસોમાં વિધાનસભા સત્ર દરમિયાન વિધાનસભાનો ઘેરાવો કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

(10:11 pm IST)