ગુજરાત
News of Monday, 24th June 2019

ચીખોદરા સીમમાં અજાણ્યા વાહનની ટક્કરે યુવાનનું મોત

અમદાવાદ:અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આવેલી ચીખોદરા ગામની સીમમાં પુરપાટ ઝડપે જતા કોઈ અજાણ્યા વાહને યુવાનને ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. 

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સાડા નવેક વાગ્યાના સુમારે એક યુવાન એક્સપ્રેસ હાઈવે પર આવેલા રાવણાના ચરા પાસે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે કોઈ વાહને ટક્કર મારતાં તેનું રોડ પર પટકાયો હતો. એ સાથે જ તેના માથા પરથી બીજા કેટલાક વાહનો ફરી વળતાં તેના શરીરના ફુરચેફુરચા ઉડી જતાં સ્થળ પર જ મોતને ભેટ્યો હતો. આણંદ રૂરલ પોલીસે લાશનો કબજો લઈને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. મરણ જનાર યુવાને લાલ શર્ટ તેમજ બ્લેક પેન્ટ પહેર્યું હતુ. દરમ્યાન સવારના સુમારે ચીખોદરાના ઢડસાપુરા ખાતે રહેતા યુવાનના પરિજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મરણ જનાર યુવાન શાંતિલાલ પરમાર (ઉ. વ. ૪૮)હોવાની કપડાં પરથી ઓળખ કરી હતી. રૂરલ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

(5:26 pm IST)