ગુજરાત
News of Monday, 24th June 2019

બોરસદ નજીક ટ્રકે બાઇકને હડફેટે લેતા ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

બોરસદ: શહેરથી વાસદ તરફ જવાના રોડ ઉપર આવેલા વધવાલા બસસ્ટેન્ડ નજીક ગઈકાલે રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતી એક ટ્રકે બાઈકને ટક્કર મારતાં ચાલકનું ગંભીર ઈજાઓને કારણે મોત થયું હતુ .આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

 


મળતી વિગતો અનુસાર બોરસદ શહેરના ભક્તિનગર ખાતે રહેતા ધીરેનકુમાર કમલેશભાઈ પટેલ (ઉ. વ. ૨૭)ગઈકાલે રાત્રીના નવેક વાગ્યાના સુમારે પોતાનું બાઈક નંબર જીજે-૨૩, એએ-૧૧૬૨ લઈને આસોદર ચોકડીથી બોરસદ તરફ જઈ રહ્યો હતો ત્યારે વધવાલા બસસ્ટેન્ડ નજીક પુરપાટ ઝડપે આવી ચઢેલી ટ્રકે ટક્કર મારતાં ધિરેનભાઈ રોડ પર પડ્યા હતા જેમાં માથા તેમજ જમણા પગે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત થયું હતુ. અકસ્માત બાદ ટ્રકનો ચાલક ટ્રકને ત્યાં જ મુકીને ફરાર થઈ ગયો હતો.

(5:25 pm IST)