ગુજરાત
News of Monday, 24th June 2019

મહેમદાવાદમા ખાત્રજ ચોકડી નજીકથી 2.05 લાખના પાકીટની ચીલઝડપી કરી ગઠિયો છૂમંતર.....

મહેમદાવાદ:માં આવેલ નવજીવન સોસાયટીમાં રહેતાં પંકજભાઈ રતીલાલ કોઠારી (ઉં.વ ૭૮) બેંકમાંથી નિવૃત થયાં બાદ તેમના પુત્ર પ્રિતેશની ખાત્રજ ચોકડીએ આવેલ પ્રાચી ટ્રેડર્સ નામની દુકાનમાં બેસી મદદ કરે છે. જથ્થાબંધ માલસામાન વેચવાની આ દુકાનમાં તેઓ પુત્ર સાથે દિવસભર રહે છે. અને સાંજે સાડા આઠ કલાકે દુકાન બંધ કરી દિવસભરનો વકરો લઈ ઘરે જાય છે. ગઈકાલે સાંજે છ વાગે તેમના પુત્ર પ્રિતેશને મહેમદાવાદમાં કાંઈ કામ હોઈ તે ત્યાં ગયો હતો. અને કામ પતાવતાં મોડુ થઈ જતાં તે ખાત્રજ ચોકડીએ આવેલ દુકાને પરત આવવાને બદલે પંકજભાઈને જાણ કરી સીધો ઘરે ગયો હતો. જેથી પંકજભાઈએ સાડા આઠ કલાકે દુકાનમાં રાખેલા માણસો પાસે દુકાન બંધ કરાવી હતી. અને દિવસભરનો વકરો રૂ.૨,૦૫,૦૦૦ તેમજ માલ ખરીદ્યાના બિલો કાળા પાકીટમાં મુકી પાકીટ લઈ ખાત્રજ ચોકડીએ રીક્ષાસ્ટેન્ડ આગળ આવ્યાં હતાં. તે વખતે મહેમદાવાદ-મહેમદાવાદની બૂમો પાડતો એક રીક્ષાચાલકે તેમની લગોલગ રીક્ષા ઊભી રાખી હતી. જેથી તેઓ આ રીક્ષામાં ગોઠવાયાં હતાં. રીક્ષા માંડ થોડે દૂર ગઈ હશે ત્યાં અન્ય બે યુવકો એ હાથ ઊંચો કરતાં રીક્ષા ચાલકે રીક્ષા ઊભી રાખી હતી. બે પૈકી એક યુવક ડ્રાઈવર પાસે ગોઠવાયો હતો. અને બીજો યુવક તેમની પાસે પાછળની સીટ પર ગોઠવાયો હતો. રીક્ષા ખેડા ટી પોઈન્ટ આગળ આવતાં પાછળ બેઠેલા યુવકે રીક્ષા ઊભી રાખવા જણાવ્યું હતું. 

(5:24 pm IST)