ગુજરાત
News of Monday, 24th June 2019

ગાંધીનગર નજીક લેકાવાડામાં નદીમાં સંતાડાયેલ વિદેશી દારૂનો જથ્થો પોલીસે બાતમીના આધારે ઝડપ્યો

ગાંધીનગર: શહેર નજીક આવેલા લેકાવાડા ગામ પાસે સાબરમતી નદીના પટમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની બાતમી ચિલોડા પોલીસને મળી હતી અને તેના આધારે દરોડો પાડતાં પટમાંથી વિદેશી દારૂની ૭૯ બોટલ મળી આવી હતી. પોલીસે આ દારૂનો જથ્થો સંતાડનાર લેકાવાડાના શખ્સ સામે ગુનો નોંધી રપ હજારનો મુદ્દામાલ કબ્જે કરી તેની શોધખોળ આદરી છે. બુટલેગરોએ હવે દારૂ સંતાડવા માટે શરૂ કરેલા નવા નવા નુસખા જોઈ પોલીસ પણ ચોંકી ઉઠે છે.

 

ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે. મોટા બુટલેગરો દ્વારા ખેપિયાઓ મારફતે નાના સેન્ટરોમાં દારૂ પહોંચાડાતો હોય છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ કરતાં આવા બુટલેગરો ઉપર પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે પોલીસથી બચવા માટે દારૂ સંતાડવાના નવા નવા નુસખા પણ અપનાવવામાં આવી રહયા છે. 

(5:21 pm IST)