ગુજરાત
News of Monday, 24th June 2019

વડોદરાના ફતેપુરા વિસ્તારમાં હુમલાખોરોનો આતંક: ઝઘડાની અદાવતે રીક્ષા ડ્રાઈવર પર જીવલેણ હુમલો કરતા લોકોમાં ભયનો માહોલ

વડોદરા:ફતેપુરા વિસ્તારમાં રાત્રે સાડા દશ વાગ્યે જૂના ઝઘડાની અદાવતે રીક્ષા ડ્રાયવર પર પાંચ હુમલાખોરોએ તલવાર, છરો અને પાઇપથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. જે અંગે વારસીયા પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, હાથીખાના ચિશ્તીયા એપાર્ટમેન્ટમાં રહેતો મોહસીન ગનીભાઇ શેખ રીક્ષા ડ્રાયવર છે. ગતરાત્રે મોહસીન ફતેપુરા રાજારામ હોટલ પાસે રહેતા ભાઇને મળવા ગયો હતો. રાત્રે સાડાદશ વાગ્યે ત્યાંથી નીકળીને જતો હતો ત્યારે અગાઉ જેની સાથે ઝઘડો થયો હતો તે મુનાફ અને તેના સાગરિતો તલવાર, છરો અને પાઇપ લઇને ધસી આવ્યા હતા. 

(5:20 pm IST)