ગુજરાત
News of Monday, 24th June 2019

વડોદરાના ભાયલીમાં 38 વર્ષ પહેલા બોગસ દસ્તાવેજ ઉભા કરી જમીન પચાવી પાડી હોવાનું કૌભાંડ ઝડપાયું

વડોદરા:ભાયલીમાં ગીરો તરીકે આપેલી જમીન ખેડૂતે તલાટી સાથે મળીને બોગસ દસ્તાવેજો તૈયાર કરી બારોબાર પોતાના નામે કરી લઇ ૩૮ વર્ષ પહેલા વૃધ્ધ મહિલા ખેડૂત સાથે ઠગાઇ કરી હોવાની ફરિયાદ ે નોંધી પોલીસે આગળની તપાસ શરૃ કરી છે.

બાલુબેન ઉર્ફે બબુબેન ભાઇલાલભાઇ પાટણવાડિયાના  ભાયલી ખાતે લગ્ન થયા હતાં. લગ્ન બાદ તેઓ ચાર સંતાનોની માતા  બન્યા હતાં. તા.૩ ફેબુ્રઆરી ૧૦૬૯માં પતિનું અવસાન થયા બાદ ભાયલી ખાતેની જમીનોમાં વારસદાર તરીકે  વૃધ્ધા તેમજ ચાર સંતાનોના નામો દાખલ થયા હતાં બાદમાં ૮૦ વષની આ  વૃધ્ધા વડોદરામાં કીર્તિસ્તંભ પાસે નહેરુભવન પાછળ પિયરમાં રહે છે.

(5:19 pm IST)