ગુજરાત
News of Monday, 24th June 2019

અમદાવાદમાં ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરનાર કોલેજીયન વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરવામાં આવી

અમદાવાદ:ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા કોલેજના વિદ્યાર્થીઓ વિરૃધ્ધ ટ્રાફિક પોલીસે ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં લો-ગાર્ડન ખાતે જીએલએસ કોલેજ બહાર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરતા બે વિદ્યાર્થીઓએ કોઈે પણ પોલીસને દંડ આપવો નહી એમ કહીને કોલેજમાંથી વધુ ૫૦ વિદ્યાર્થીઓને બોલાવીને પોલીસ સામે સુત્રોચ્ચારો કરાવ્યા હતા. આ અંગે પોલીસે એક વિદ્યાર્થીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ સ્કુલ કોલેજોના કેમ્પસ બહાર ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવા પોલીસે ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં ૨૨ જુનના રોજ લો-ગાર્ડન નજીક જીએલ.એસ કોલેજ બહાર એમ ડિવીઝન ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વિદ્યાર્થીઓ વિરૃધ્ધ કાર્યવાહી શરૃ કરી હતી. દરમિયાન કોલેજ કેમ્પસની અંદરથી પાર્થ ભાવેશભાઈ રબારી અને ઉમંગ ભલાજી દેસાઈ નામના બે વિદ્યાર્થી બહાર આવ્યા હતા અને કોઈએ પણ પોલીસને દંડ આપવો નહી કહીને અન્ય વિદ્યાર્થીઓને પોલીસ વિરૃધ્ધ ઉશ્કેરણી કરી હતી. 

(5:16 pm IST)