ગુજરાત
News of Monday, 24th June 2019

ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રા માટે અદમ્ય ઉત્સાહ : હજારો કિલો મગના પ્રસાદીની તૈયારીઓ શરૂ

હજારો કિલો મગની સફાઈ માટે વિવિધ વિસ્તારોમાંથી મહિલાઓ પહોંચ્યા

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની ૧૪૨જ્રાક રથયાત્રા માટે ભાવિકોમાં અદમ્ય ઉત્સાહ પ્રવર્તે છે ભકતોને રથયાત્રા દરમિયાન હજારો કિલો મગનો પ્રસાદ વહેંચવામાં આવે છે. તે મગની સફાઈની તૈયારી મહિલાઓ દ્વારા શરૂ કરી દેવાઈ છે.

ભગવાન જગન્નાથીજના ભકિતમય ગીતો ગાતી આ મહિલાઓ રથયાત્રાની તૈયારીમાં લાગી ગઈ છે. રથયાત્રામાં ભકતજનોને હજારો કિલો મગની પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે હાલ રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપ મગને સાફ કરવાનું પણ શરુ થઈ ગયું છે. અમદાવાદના ઓઢવ, બાપુનગર, સરસપુર, બહેરામપુરા, રબારી કોલોની જેવી વિવિધ જગ્યાએથી મોટી સંખ્યામાં મહિલાઓ મગ સાફ કરવાની તૈયારીમાં લાગી જાય છે.

(3:42 pm IST)