ગુજરાત
News of Monday, 24th June 2019

અમીરગઢ બોર્ડરે વહેલીસવારે અજાણ્યા શખ્સોનું અંધાધૂંધ ફાયરીંગ :ત્રણ રાઉન્ડ ગોળીબાર :ત્રણ ફરાર ;એક ઝડપાયો

રાજસ્થાન તરફ જતી પંજાબ પાસિંગની કારમાં સવાર લોકોએ કર્યું ફાયરીંગ

બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પર પોલીસ તપાસ વેળાએ ચાર અજાણ્યા શખ્શોએ અંધાધૂંધ ફાયરિંગ કરતા સનસનાટી મચી જવા પામી હતી અજાણ્યા શખ્સો 3 રાઉન્‍ડ ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા છે.     

   આ અંગે મળતી વિગત મુજબ સોમવારે વહેલી સવારે 5 વાગે પોલીસ અમીરગઢ રસ્તા પર પોલીસ તપાસ થઇ રહી હતી. ત્યારે કાળા રંગની ક્રેટા કાર ઉભી રાખી હતી. તેમાંથી ચાર શખ્સોએ અંધાધૂંધ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં પોલીસે ગાડી સહિત એક વ્યક્તિની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે

   પંજાબ પાસિંગની કાળા રંગની ક્રેટા રાજસ્થાન તરફ જઇ રહી હતી. જેનો નંબર PB.06.AU.7109 છે. આ દુર્ઘટનામાં ફાયરિંગ કરનારા 3 શખ્સો ભાગવામાં સફળ થયા છે. જ્યારે 1ની ધરકપડ થઇ ગઇ છે. સામે આવતી માહિતી પ્રમાણે ગેરકાયદે હથિયારોથી આ શખ્સોએ ફાયરિંગ કર્યું હતું

 . આ ઘટનાની જાણ થતાં જ જિલ્લાની પોલીસ બોર્ડર પર પહોંચી ગઇ હતી. ડીવાયએસપી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી છે.

(2:30 pm IST)