ગુજરાત
News of Monday, 24th June 2019

બેંક ઓફ બરોડામાં લંચ બ્રેક વિના જ પબ્લિક ડિલિંગ ચાલુ રાખવા આદેશ

વડોદરા તા ૨૪  :  બેંક ઓફ બરોડા દ્વારા લંચ બ્રેક વિનાજ સવારે ૧૦ થી બપોરના ૪ સુધી પબ્લિક ડિલિંગ રાખવાનુ ંશરૂ કરાયું છે. ગત ૧ લી જુનથી અપાયેલા આદેશમાં હવે કેશ  કાઉન્ટર સહિતના પબ્લિક ડિલિંગના કાઉન્ટર  કોઇપણ બ્રેક વિના જ ચાલુ રાખવામાં આવી રહયા છે. જોકે આ આદેશના પગલે સ્ટાફમાં મિશ્ર પ્રત્યાઘાતો પડયા છે. એક કર્મચારી અગ્રણીના જણાવ્યા મુજબ કર્મચારીઓને ચાર કલાકે અડધો કલાક રિસેસ આપવો જરૂરી હોય છે. તેનો બેંકમાં ભંગ થઇ રહ્યો હોવાનું બહાર આવ્યું છે.જોકે બેંક ઓફ બરોડાના મેનેજમેન્ટ દ્વારા ગ્રાહક સેવાઓ અવિરત રીતે ચાલુ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. ગ્રાહકોને ઘણી વખત અડધો કલાક  ઉભા રહેવાની જે ફરજ પડતી હતી તે હવે નહીં પડે તેમ જણાવ્યું છે. બિઝનેસ વધારવા સહિતના મુદ્દે આ નિયમ મહત્વનો બની રહેશે. ખાસ કરીને ગ્રાહકોને સેવાઓ અવિરત મળે તે જરૂરી છે. બેંક કર્મચારીઓની લાગણી પણ તેમ યુનિયન દ્વારા ટુંક સમયમાંજ બેંક સત્તાધીશોને પહોંચાડવામાં આવશે તેમ જાણવા મળે છે. બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકના મર્જર બાદ હવે બેંક ઓફ બરોડાના મેનેજમેન્ટ દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેમાં દેનાબેંક અને વિજયા બેંકમાંથી આવેલા સ્ટાફ અને અધિકારીઓને વધુ ફરજ સોપવાની બાબતનો પણ સમાવેશ થાય છે.

(11:53 am IST)