ગુજરાત
News of Monday, 24th June 2019

મોડાસાના ડુગરવાડાના વીજ સબ સ્ટેશનમાં બોઇલર બ્લાસ્ટ થતા બે કર્માચરીઓ દાઝ્યા

ડુગરવાડા સહિતના ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકામાં આવેલા ડુગરવાડા ગામે જેટકોના પાવર સ્ટેશનના સબ સ્ટેશનમાં કોઈક ટેકનીકલ ખામી સર્જાતા બોઈલરમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં સબ સ્ટેશનમાં આઉટ સોર્સિંગમાં કામ કરતા બે કર્મચારીઓ ગંભીર રીતે દાજ્યા હતા.

   દાઝી ગયેલા કર્મીઓને ૧૦૮ મારફતે મોડાસાની યુનિટી હોસ્પિટલના ટ્રોમાં સેન્ટર ખાતે સારવાર માટે લઇ જવાયા હતા.જ્યારે પાવર સબ સ્ટેશનમાં બ્લાસ્ટ થવાના કારણે આસપાસના ડુગરવાડા સહિતના ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

  વીજ કંપનીના કર્મચારીઓએ પાવર સ્ટેશન નાબોઈલર થયેલા બ્લાસ્ટને સમાર કામ કરી વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામ ગીરી હાથ ધરી હતી જોકે આ બ્લાસ્ટ ક્યા કારણોસર થયો તે અંગે જેટકો કંપનીના અધિકારીઓ એ તપાસ હાથ ધરી હતી.

(8:38 am IST)