ગુજરાત
News of Monday, 24th June 2019

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીને 151 કિલો કેસર કેરીનો મનોરથ

સરસપુરમાં રણછોડજી મંદિરમાં ભગવાનને 151 કિલો કેસર કેરીનો મનોરથ ધરાવવામાં આવ્યો

     ફોટો 151

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓ થઇ છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલદેવ હાલ તેમના મોસાળ સરસપુરમાં આવેલા છે. ત્યારે સરસપુરમાં રણછોડજી મંદિરમાં ભગવાનને 151 કિલો કેસર કેરીનો મનોરથ ધરાવવામાં આવ્યો હતો.

મોસાળ સરસપુરમાં પ્રથમ વખત કેરીનો મનોરથ યોજાયો હતો..જેના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તોએ ભજન કીર્તનની ધૂન સાથે ભગવાનનો જય જય કાર કર્યો હતો.

 ઉનાળામાં કેરીની સિઝન હોય છે..ત્યારે વૈષ્ણવ મંદિરોમાં કેરીનો મનોરથ ચઢાવવાનો પણ વિશેષ મહિમા રહેલો છે.

(11:23 pm IST)