માનતા પુરી કરવા ગયેલી મહિલા હાથીની મૂર્તિના પગ વચ્ચે ફસાઈ :વિડિઓ વાયરલ
સાથી મહિલાઓ મદદે આવીને માંડ માંડ બહાર કાઢી
ગુજરાતમાં એક મહિલાએ એવી માનતા રાખી હતી.જે તે મહિલા માટે મુશ્કેલ બની હતી. માનતા પુરી કરવા માટે ગયેલી મહિલા સાથે એવું કંઈક થયુ કે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે
. ગુજરાતમાં એક મહિલાએ માનતા પુરી થાય તો હાથીના પગ વચ્ચેથી નીકળવાની માનતા રાખી હતી.યારે આ મહિલા માનતા પુરી કરવા માટે હાથીની મૂર્તિનાં પગોની વચ્ચેથી નીકળી રહી હતી. મૂર્તિ ઘણી નાની હોવાના કારણે મહિલા હાથીના પગ વચ્ચે ફસાઈ ગઈ હતી
મહિલા હાથીના પગ વચ્ચેથી નીકળવાના પ્રયાસો કરી રહી છે પરંતુ તે અસફળ થઈ રહી છે. આ દરમ્યાન તેની સાથી મહિલાઓ તેની મદદ માટે આગળ આવે છે. અને ઘણા બધા પ્રયાસો બાદ આ મહિલા મૂર્તિની બહાર નીકળવામાં સફળ થઈ જાય છે.
મહિલા બહાર આવતાની સાથે જ મહિલાઓએ ભગવાનના મંદિરમાં જોર-જોરથી જય અંબેના જયઘોષ લગાવ્યા હતા. ત્યારે આ મહિલાના સંઘર્ષનો વીડિયો સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે.