ગુજરાત
News of Sunday, 24th June 2018

ગાંધીનગરમાં પિતા બન્યો હેવાન : સાતમીવાર પણ દિકરી અવતરતા ૪ દિવસની બાળકીની છરીના ઘા ઝીકીને કરી હત્યા : માતાની ફરિયાદથી પોલીસે નરાધમ બાપને ઝડપી પડ્યો

ગાંઘીનગર : એક અરેરાટી ફેલાવતો કિસ્સો ગાંધીનગરમાં બન્યો છે. એક રાક્ષશ પિતાએ તેની ચાર દિવસની ફૂલ જેવી બાળકીની હત્યા કરી નાખી છે.

હજી થોડા સમય પહેલાં જ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં એક મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો, પરંતુ પિતાએ છરીના ઘા મારી બાળકીની હત્યા કરી નાખી. પોલીસને જ્યારે હત્યા પાછળનું કારણ જાણવા મળ્યું તો તે પણ ચોંકી ગઈ હતી.

આ મામલે ગાંધીનગરના રખિયાલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે. પોલીસનું કહેવું છે કે, પત્નીએ સાતમી વાર દીકરીને જન્મ આપ્યો હોવાથી તે ગુસ્સે થયો હતો અને આવેશમાં આવીને તેને મારી નાખી હતી. સારવાર માટે લવાયા બાદ બાળકીનું સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.

(11:33 pm IST)