ગુજરાત
News of Sunday, 24th June 2018

મહેસાણામાં પાટીદાર શહીદ યાત્રા થકી શકિત પ્રદર્શન

મહેસાણા : શહીદને ન્યાય અપાવવા માટે પાસ દ્વારા પાટીદાર શહીદ યાત્રા કાઢવામાં છે. ઉંઝા ઉમિયાધામથી કાગવડ ખોડલધામ સુધી શહીદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ યાત્રા આજે મહેસાણા જિલ્લાના ગામે ગામે ફરશે. જ્યા ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ પણ યાત્રામાં જોડાયા હતા.

બોટાદથી તૈયાર કરાયેલા પાટીદાર યાત્રાના રથ ઉંઝા પહોંચ્યા હતા.ઉમિયાધામ ખાતે લાખો લોકો એકઠા થયા છે. આ પાટીદારની શહીદી યાત્રા બપોરે બેચરાજી વિરામ માટે રોકાશે અને ત્યારબાદ આવતીકાલે પરત મહેસાણા પહોંચી વિજાપુર થઈ સાબરકાંઠા જશે. મહેસાણા જિલ્લા બાદ હાર્દિક પટેલ પણ આ યાત્રામાં જોડાશે.

યાત્રામાં ત્રણ રથને જોડવામાં આવ્યા છે. જેમા મા ઉમિયા, સરદાર પટેલ અને શહીદ રથને રાખવામાં આવ્યા છે. ત્રણ તબક્કામાં આ યાત્રામાં મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો જોડાયા છે. ઉલ્લેખનીય છે કે અંદાજે 1 મહિના સુધી રાજ્યભરના અનેક ગામમાં આ શહીદી યાત્રા ફરશે અને 25 દિવસમાં 4 હજાર કિલોકમીટર સુધી દરેક ગામમા ફરશે. આમ શહિદયાત્રા થકી વ્યાસ, દ્વારા જબ્બર શકિતપ્રદર્શન થઇ રહ્યાની પણ ચર્ચા છે.

(5:23 pm IST)