દહેગામ તાલુકાના કનીપુરના માર્ગ પર બેફામ દોડી રહેલ આઇશર ચાલકે બાઈક સવાર કાકા-ભત્રીજાને ટક્કર મારતા બનેંના કમકમાટીભર્યા મૃત્યુથી અરેરાટી મચી જવા પામી
દહેગામ : દહેગામ તાલુકાના કનીપુરના માર્ગ ઉપર બેફામ દોડી રહેલા આઇશર ચાલકે બાઈક સવાર કાકા ભત્રીજાને ટક્કર મારતાં બંનેના કમકમાટી ભર્યા મોત નિપજ્યું છે. બહિયલ પોલીસે ફરાર આઇસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા બહિયલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેફામ રીતે દોડી રહેલા આઈસર ચાલકે બહીયલ ના વતની એવા બાઇક સવાર કાકા-ભત્રીજા કનીપુર થી બહિયલ તરફ આવતા હતા ત્યારે જોરદાર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં મહેશભાઈ ચેલાભાઈ દંતાણી ઉંમર વર્ષ ૩૨ નું ઘટનાસ્થળે મોત કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત ભત્રીજા યોગેશભાઈ જીવણભાઈ દંતાણી ઉંમર વર્ષ ૧૮ નું ગાંધીનગર સિવિલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બહિયલ આઉટ પોસ્ટ પોલીસે અકસ્માત સર્જનાર ફરાર આઇસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ પોલીસે બન્ને મૃતદેહોના પીએમ માટે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે.