ગુજરાત
News of Friday, 24th May 2019

સુરતના અગ્નિકાંડ બાદ સ્થાનિકોમાં રોષ ભભૂક્યો : પથ્થરમારો : પાસ ટીમ દ્વારા કાલે સુરત બંધનું એલાન : મોડીરાત્રે તંગદિલી

તંત્ર સામે સુત્રોચાર કરાયા ;રોષે ભરાયેલ લોકો પર પોલીસનો હળવો લાઠીચાર્જ : એસઆરપીની ટીમ પણ તૈનાત

સુરત :શહેરના તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગને કારણે 20 જેટલા માસુમ વિદ્યાર્થીઓના લોકોના મોત થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.આગની ઘટના બાદ સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવતા તંત્ર સામે સુત્રોચાર કરાયા હતા પોલીસે રોષે ભરાયેલા લોકો પર હળવો લાઠી ચાર્જ કર્યો હતો ઘટના બાદ સુરત પાસની ટીમ દ્વારા સુરત બંધનું એલાન આપાવમાં આવ્યું છે

  મળતી વિગત મુજબ રોષે ભરાયેલા લોકો દ્વારા પોલીસ પર હળવો પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં એક વ્યક્તિની ઇજા પહોંચી હોવાના અહેવાલ  મળી રહ્યા છે. પોલીસ દ્વારા લોકોના ટોળાને દૂર કરવા માટે પોલીસ દ્વારા હળવો લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોમાં રોષ વધી રહ્યો છે. લોકોના ટોળું વઘતા પોલીસને મુશ્કેલી પડતી હોવાથી પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો છે.

  સુરતની આગની ઘટના બાદ પાસ દ્વારા સુરત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આગની ઘટના બાદ લોકોમાં રોષ વધી રહ્યો છે. તંત્રની બેદરકારીને કારણે બાળકોના મોત થયા હોવાનો આરોપ કરીને સુરતવાસીઓ દ્વારા સરકાર અને તંત્ર પર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રોષે ભરાયેલા લોકોને દૂર રાખવા માટે એસઆરપીની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે.

(12:39 am IST)