ગુજરાત
News of Friday, 24th May 2019

જૂઠની સુનામીમાં તણખલા પાણી સાથે વહી ગયા:મજબૂત વૃક્ષો રાહ જોઈને ઉભા છે કે સમુદ્રમાં પાણી પરત ફરશે:હાર્દિકનું ટ્વીટ

ફિલ્મ તો હજુ શરૂ થયું છે, આ કહાનીનો પણ કોઈ દિવસ The End થશે.

અમદાવાદ :પાટીદાર આંદોલન બાદ કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલે લોકસભા ચૂંટણીમાં ભાજપના વિજય પર ટ્વિટ કરતા લખ્યું છે કે, ફિલ્મ હજી શરૂ થઈ છે. હાર્દિકે ટ્વિટમાં એવો પણ આશાવાદ વ્યક્ત કર્યો છે કે સુનામી આવી છે તેન ઓટ પણ આવશે. બીજેપીની જીતને મોદીની સુનામી કહેવામાં આવી રહી છે ત્યારે હાર્દિકે આ અંગે ટોણો મારતા લખ્યું છે કે, આ જૂઠની સુનામી છે.

  હાર્દિક પટેલે 24મી તારીખે ફેસબુક પર એક પોસ્ટ મૂકીને લખ્યું છે કે, "જૂઠની સુનામીમાં જે તણખલાં હતા કે પાણી સાથે વહી ગયા છે. બસ, અમુક મજબૂત વૃક્ષો એ વાતની રાહ જોઈને ઉભા છે કે પાણી ક્યારેક તો સમુદ્રમાં પરત જશે. ફિલ્મ તો હજુ શરૂ થયું છે, આ કહાનીનો પણ કોઈ દિવસ The End થશે. કોઈ મહાત્માની જેમ. આ દુનિયામાં કોઈ સ્થાયી અને શાશ્વત નથી. હવે સંસદમાં એક્ટિંગ શરૂ થશે. ચૂંટણી દરમિયાન બોલવામાં આવેલી નિમ્ન કક્ષાની ભાષાના સંવાદો જોવા અને સાંભળવા મળશે, પદની ગરીમાનો ઉપયોગ-દુરુપયોગ જોવા મળશે, જોતા રહો સત્તા, વિપક્ષની નિયતી અને કર્મને."

(11:43 pm IST)