ગુજરાત
News of Friday, 24th May 2019

સુરત દુર્ઘટના ગંભીર :વહીવટી તંત્ર નિષફ્ળ :હંગામી ધોરણે થાય છે પરિણામ સુધી કામ લઇ જવાતું નથી :કુમાર કાનાણી

ઇજાગ્રસ્ત બાળકોને સારી રીતે સારવાર મળી રહે તેની કામગીરી ચાલુ ;આરોગ્યમંત્રી કાનાણી

સુરત આગની ઘટનામાં 20 જેટલા માસુમ બાળકોના મોત બાદ રાજ્યભરમાં આઘાતનું મોજુ ફરી વળ્યું છે. આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, આ ગંભીર પ્રકારની ઘટના છે. અત્યારે ઘટનામાં ઇજાગ્રસ્ત બાળકોને સારી રીતે સારવાર મળી રહે તેની કામગીરી ચાલી રહી છે.

  કુમાર કાનાણીએ વધુમાં કહ્યું હતું કે મને લાગે છે કે આવી ઘટનામાં વહિવટી તંત્ર નિષ્ફળ ગયું છે. તંત્ર દ્વારા હંગામી ધોરણે કામ કરે છે પરંતુ પરિણામ સુધી લઇ જવાતું નથી. આવી ઘટના બાબતે વહિવટી તંત્ર નિષ્ફળ ગયું છે

  .ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગી હતી. જેની જાણ થતાં જ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ બાળકોના મોતનું દુઃખ વ્યક્ત કર્યું હતું અને સાથે સાથે તપાસના આદેશ આપ્યા હતા.

(8:30 pm IST)