ગુજરાત
News of Friday, 24th May 2019

નડિયાદના સરદાર નગરમાં 20 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બુટલેગરને ઝડપ્યો

નડિયાદ: શહેરમાં આવેલ સરદારનગર સોસાયટીમાં રહેતો જગદીશકુમાર રામસહાય યાદવના પોતાના ઘરમાં વિદેશી દારૂ રાખતો હોવાની મળેલી માહિતીના આધારે ખેડા જિલ્લા એલસીબી પોલીસે આજરોજ તેના ઘરે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં તેના ઘરમાં સંતાડેલ વિદેશી દારૂની ૨૦૦ નંગ બોટલ કિંમત રૂ.૨૦,૦૦૦ નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ દારૂ જપ્ત કરી બુટલેગર જગદીશકુમાર યાદવ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:26 pm IST)