ગુજરાત
News of Friday, 24th May 2019

કપડવંજના પુનાદરામાં નજીવી બાબતે પિતાએ પુત્રને લાકડીના ફટકા મારતા ગંભીર ઇજા

કપડવંજ: તાલુકાના પુનાદરા ગામની સીમમાં પરબતસિંહ મનુસિંહ ઝાલા પોતાના પરિવાર સાથે રહે છે. ગતરોજ સવારના સમયે તેમના પત્ની આશાબેન પુત્ર હરપાલ સાથે પુનાદરા ગામની ડેરીમાં દૂધ ભરી ઘરે પરત આવી રહ્યાં હતાં. તે વખતે સિકોતર માતાના મંદિર નજીક પહોંચ્યાં તે વખતે આશાબેનને તેમના સસરા મનુસિંહ જવાનસિંહ ઝાલાએ ઉભા રાખ્યાં હતાં અને અખાત્રીજના દિવસે ખેતર ખેડવા દીધુ ન હોવાની રીસ રાખી ગમે તેમ ગાળો બોલી આશાબેન સાથે ઝઘડો કરવા લાગ્યાં હતાં. જેથી આશાબેને તેમના પતિ પરબતસિંહને ફોન કરી બોલાવતાં મનુસિંહે તેમના પુત્ર પરબતસિંહ સાથે ઝઘડો કરી લાકડી ફટકારી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. મનુસિંહના મિત્ર ચંદ્રકાન્ત કિરપાશંકર સેવક તેમને આ બાબતે ચઢવણી કરતાં હોવાથી પરબતસિંહ ઝાલાએ આતરસુંબા પોલીસમાં પિતા મનુસિંહ અને ચંદ્રકાન્ત વિરૂધ્ધ માં ફરિયાદ આપતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

(5:24 pm IST)