ગુજરાત
News of Friday, 24th May 2019

કપડવંજ તાલુકાના થવાદમાં કૌટુંબિક ભાઈએ 19 વર્ષીય બહેન પર જાતીય અત્યાચાર ગુજારતા અરેરાટી

કપડવંજ:તાલુકાના થવાદની ૧૯ વર્ષીય યુવતિને તેનો કુટુંબીક ભાઈ મોટરસાઈકલ પર ઊઠાવી જઈ અલગ-અલગ બે જગ્યાએ લગભગ ૩૫ દિવસ સુધી ગોંધી રાખી એક મહિલા સહિત બે ઈસમોની મદદથી વારંવાર જાતિય અત્યાચાર ગુજાર્યો હતો. અને આ વાતની કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. તેમજ આ યુવતિને અન્ય ઠેકાણે વેચી નાંખવાની હિલચાલ શરૂ થતાં હિંમત કરીને આ લોકોની ચુંગાલમાંથી યુવતિ ભાગી આવી કપડવંજ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

મળતી માહિતી મુજબ કઠલાલ તાલુકાના થવાદમાં રહેતી એક યુવતિના પિતાના પિતરાઈ ભાઈનો પુત્ર એટલે કે કૌટુંબીક ભાઈ વિક્રમભાઈ બાબુભાઈ સોલંકીએ પોતાની કૌટુંબીક બેન પર દાનત બગાડી હતી. તા.૩-૪-૧૯ ના રોજ ખેતરમાં વલીયારીનું ભાથુ લેવા જતી આ ૧૯ વર્ષીય યુવતિને ચાલ તને બાઈક પર ખેતરમાં મૂકી દઉ કહી બાઈક પર બેસાડી ખેતરમાં લઈ જવાને બદલે ત્યાંથી અન્ય ઠેકાણે બાઈક વાળી દીધું હતું. જેથી યુવતિએ ખેતર તો આ બાજુ રહ્યું આ બાજુ ક્યાં લઈ જાવ છો. તેવુ જણાવતાં ચુપચાપ બેસી રહે નહી તો ચાલુ બાઈકે ધક્કો મારી હત્યા કરી નાંખીશ. તેવી ધમકી આપીને દહેગામ નજીક અમદાવાદ જવાના રોડ પર દહેગામથી ત્રણ કિ.મી દૂર આવેલ એક ફેક્ટરીમાં આવેલી ઓરડીમાં લઈ ગયો હતો. 

(5:23 pm IST)