News of Friday, 24th May 2019
વડોદરામાં નવ મહિના પૂર્વે 25.80 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલ બુટલેગરે જામીનની અરજી મૂકી
વડોદરા: શહેરમાં નવ મહિના પૂર્વે તાલુકા પોલીસમથકની હદમાંથી પકડાયેલા ૨૫.૮૦ લાખના વિદેશી દારૃના ગુનામાં પકડાયેલા નામચીન બુટલેગર જામીન પર મુક્ત થવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. આ અંગેની વિગત એવી છે કે ગત તા.૫-૮-૨૦૧૮ ના રોજ તાલુકા પોલીસની હદમાંથી વિદેશી દારૃ ભરેલી ટ્રક પકડાઇ હતી. આરોપીઓએ લાકડાનો ભેજવાળો વેર ભરેલ બેગોની નીચે વિદેશી દારૃનો જથ્થો છૂપાવ્યો હતો પોલીસે વિદેશી દારૃની ૫૧૬૦ બોટલો કિંમત રૃપિયા ૨૫.૮૦ લાખની કબ્જે કરી હતી.
આ ગુનામાં પકડાયેલા વારસીયાના નામચીન બુટલેગર અલ્પેશ ઉર્ફે અલ્પુ હરદાસમલ વાઘવાણી ઉર્ફે અલ્પુ સીંધી (રહે. સંતકંવર કોલોની વારસીયા) ની ધરપકડ કરી જેલમાં મોકલી બુટલેગર અલ્પુ સીંધીએ કોર્ટમાં જામીન અરજી મુકી છે.
(5:19 pm IST)