ગુજરાત
News of Friday, 24th May 2019

નવસારીના સીઆર પાટીલનો સૌથી વધુ ૬,૮૯,૬૬૮ મતથી વિજયઃ વડોદરાના રંજનબેન ભટ્ટ પણ ૫,૮૭,૮૨૫ મતથી જીત્યા

રાજકોટઃ ગુજરાતની ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં ભાજપના બે ઉમેદવારોએ રાષ્ટ્રીય અધ્યક્ષ કરતાં પણ વધુ માર્જિનથી જીત મેળવી છે. જેમાં પ્રથમ નવસારીના ઉમેદવાર સી આર પાટિલે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને ૬,૮૯,૬૬૮ મતથી હરાવ્યા હતા.

 વડોદરાના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલને ૫,૮૭,૮૨૫ મતથી હરાવ્યા છે.વડોદરા એ સીટ છે જયાં વર્ષ ૨૦૧૪ની લોકસભામાં વડાપ્રધાન મોદી ચૂંટણી લડ્યા હતા, એ વખતે તેઓ ૫,૭૦૧૨૮ મતની લીડથી જીત્યા હતા.

    ભાજપ અધ્યક્ષ અમિતભાઇ  શાહે ગાંધીનગર બેઠક પર કોંગ્રેસનો સફાયો કર્યો છે. અમિતભાઈ  શાહને ૮૯૪૬૨૪ મતો જયારે સી જે ચાવડાને ૩૩૭૬૧૦ મતો મળ્યાં. અમિતભાઈ શાહ ૫૫૭૦૧૪ની જંગી લીડથી ચૂંટણી જીતી ગયાં.

(3:55 pm IST)