ગુજરાત
News of Friday, 24th May 2019

સુરતમાં સાસરિયાઓના મારઝૂડ અને મહેણાં-ટોણાથી કંટાળી નિઃસંતાન પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત

સંતાન નહીં થતા સાસરિયાઓ ટોર્ચરિંગ કરતા :પતિ ચારિત્ર્ય ઉપર શંકા કરી મારઝૂડ કરતો : જેઠ-જેઠાણી અને ભત્રીજા-ભત્રીજી પણ ત્રાસ આપતા

સુરતના વરાછા વિસ્તારની એક સોસાયટીમાં રહેતી નિઃસંતાન પરણીતાએ સાસરિયાના મારઝૂડ અને મહેણાં ટોણાથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે

   આ અંગે મળતી વિગત મુજબ સુરતના વરાછામાં મારુતિ ચોક પાસે પરિમલ સોસાયટીમાં રહેતી 25 વર્ષીય નિધિબેન અરવિંદભાઇ ચૌહાણએ 22મી તારીખે ઘરમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જોકે, બનાવ અંગે મૃતકની માતાએ પોલીસમાં પતિ અરવિંદ જેઠા ચૌહાણ, રમેશ જેઠા ચૌહાણ, ભાવના રમેશ ચૌહાણ, નવીન ચૌહાણ તમામ સામ ગુનો નોંધાવ્યો છે.

  પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પતિ સહિતના સાસરિયાઓ સંતાન બાબતે મહેણાં ટોળા મારતા હતા. સંતાન શુક પ્રાપ્ત નહીં થતા સાસરિયાઓ ટોર્ચરિંગ કરી ત્રાસ ગુજારતા હતા. પતિ ચારિત્ર્ય ઉપર શંકા કરી મારઝૂડ પણ કરતો હતો. જેઠ જેઠાણી અને તેમના દીકરા-દીકરી પણ માનસિક-શારીરિક ત્રાસ આપતા હતા

(3:03 pm IST)