ગુજરાત
News of Friday, 24th May 2019

અમદાવાદના કલોલ રેલવે સ્ટેશનથી પાંચ દિવસની નવજાત બાળકી મળતા ચકચાર

માતા પિતા સામે ગુન્હો નોંધી શોધખોળ

અમદાવાદનાં કલોલ રેલવે સ્ટેશન પર નવજાત બાળકી મળતા ચકચાર મચી જવા પામી છે આ બાળકીને એમ્બ્યુલન્સ મારફતે પીએચસી સેન્ટરમાં મોકલી દેવાઈ છે અને બાળકીનાં માતાપિતા સામે સાબરમતી રેલવે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

    આ અંગે મળતી વિગત મુજબ અમદાવાદનાં કલોલ રેલવે સ્ટેશન પર એક પાંચ દિવસની બાળકી મળી આવતા ચકચાર મચી ગઇ હતી. બાળકી પર સ્થાનિક અધિકારીઓ અને લોકોની નજર પડતા પહેલા તેનાં માતા પિતાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેમની કોઇ ભાળ મળી ન હતી.

(3:02 pm IST)