ગુજરાત
News of Friday, 24th May 2019

વડોદરામાં ભાજપના ભવ્ય વિજયની અનોખી ઉજવણી :કારેલીબાગ વિસ્તારમાં મફતમાં ઢોકળાનું વિતરણ થયું

વેપારીએ ભાજપની જીતની ખુશીમાં મફ્તમાંઢોકળાનું વિતરણ કર્યું

વડોદરા :લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીતની ઉજવણી કરાઇ રહી છે. ગુજરાત સહિત દેશભરમાં જશ્ન જોવા મળી રહ્યો છે. વડોદારમાં અનોખી રીતે ભાજપની જીતની ઉજવણી કરાઇ રહી છે. ભાજપની જીતને પગલે મફ્તમાં ઢોકળાનું વિતરણ કરાઇ રહ્યું છે

   વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ખમણના વેપારીએ ભાજપની જીતની ખુશીમાં મફ્તમાં ઢોકળાનું વિતરણ કરવાનું નક્કી કર્યું હતું. જેના પગલે લોકોની લાંબી કતાર જોવા મળી હતી.

(1:08 pm IST)