ગુજરાત
News of Friday, 24th May 2019

અમદાવાદના સ્મશાન આગળ 'કોંગ્રેસ આવે છે'ના પોસ્ટર લાગ્યા

અમદાવાદ : લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ સોશિયલ મીડિયામાં તો રમૂજોનો મારો ચાલી રહ્યો છે પણ બીજી તરફ શહેરના વાડજ અને એલિસબ્રીજ સ્મશાન આગળ ગુરૂવારે લાગેલા પોસ્ટરના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યાં છે. અહીં બંને સ્મશાન ગૃહોની આગળ 'કોંગ્રેસ આવે છે' તેવા બેનર લટકાવી દેવાયા છે. ગુરૂવારે લોકસભાના પરિણામો બાદ કેટલાક તત્વોએ કોંગ્રેસ પક્ષની રમૂજ કરતાં સ્મશાન આગળ પોસ્ટર લગાડયા હતા જે અંગે કોંગ્રેસના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે, આ પોસ્ટર ભાજપના કાર્યકરોએ લગાડયા હતા જો કે, તંત્રએ પોસ્ટર હટાવ્યા ન હતાં.

(11:50 am IST)