ગુજરાત
News of Friday, 24th May 2019

બધાએ ખુબ મહેનત કરી :ક્યાં ચૂક થઇ તેની સમીક્ષા કરશું ; રિપોર્ટ તૈયાર કરીને હાઇકમાન્ડને મોકલશું :અમિત ચાવડા

અમદાવાદ: લોકસભા ચૂંટણી 2019નું જયારે પરિણામ આવી ગયું છે અને ભારતમાં ફરી એક વાર મોદી લહેર ફરી ગઈ છે. ત્યારે અમદાવાદ ખાતે કોંગ્રેસ ભવનમાં સન્નાટો છવાઈ ગયો હતો. કોઈ ખાસ કાર્યકર્તા હાજર જોવા મળ્યા હતા ન હોતા.

  ગુજરાત પ્રદેશના કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, "કોંગ્રેસના બધા જ કાર્યરોએ દરેક બેઠક પાર ખુબ જ મહેનત કરી છે. લોકોની વચ્ચે જઈને લોકોના પ્રશ્નો સાંભળ્યા છે. તેમ છતાં ક્યાં ચૂક થઇ છે. એની અમે પુરી તપાસ કરીને સમીક્ષા બેઠક કરીશું અને રિપોર્ટ તૈયાર કરીને દિલ્હી હાઈ કમાન્ડને મોકલી આપીશું.

(10:58 pm IST)