ગુજરાત
News of Friday, 24th May 2019

કોંગ્રેસના ગઢ આણંદમાં ભાજપના મિતેષ પટેલનો વિજય :સમર્થકો દ્વારા રાજમાર્ગો પર વિજ્ય સરઘસ

આણંદઃ લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવનાર ભાજપના ઉમેદવાર મિતેશ પટેલને આવકારી પાર્ટી સમર્થકો દ્વારા વિજય સરઘસ શહેરના રાજમાર્ગો પર કાઢવામાં આવ્યું હતું. આણંદ જિલ્લો કે જેને કોંગ્રેસનો ગઢ કહેવામાં આવે છે, ત્યાં દેશના સૌથી જૂના પક્ષ કોંગ્રેસને લોકસભાની 2019ની સામાન્ય ચૂંટણીમાં ઐતિહાસિક હારનો સામનો કરવો પડ્યો છે.

   2014માં દિલીપ મણીભાઈ પટેલ સામે ભરત સોલંકીને 63 હજાર મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે કે એવી પણ ચર્ચા થતી હતી કે મોદી લહેરમાં ભરતસિંહ સોલંકીની હાર થઇ છે. આ વખતે ઐતિહાસિક કહી શકાય તેવી અંદાજિત 2 લાખ મતોની લીડથી મિતેશ પટેલ જ્યારે ગણતરીના અંતિમ પડાવમાં આગળ હતા, ત્યારે સ્થાનિક સમર્થકોએ તેમની જીત ઘોષિત થયા પહેલા જ વિજય સરઘસથી વધાવી લીધા હતા. મોટી સંખ્યામાં સ્થાનિકો અને પક્ષના કાર્યકરોએ આણંદ વિદ્યાનગર રોડ પર વિજય સરઘસ કાઢી જીતનો ઉત્સવ મનાવ્યો હતો.

(11:01 pm IST)