ગુજરાત
News of Friday, 24th May 2019

અમદાવાદ સ્ટોક એક્સચેન્જમાં ભાજપની જીતના વધામણાં :શેરદલાલોએ કેક કાપીને કરી ઉજવણી

ટ્રેંડીંહ સેશન બંધ થયા બાદ કેક કાપીને ઉજવણી કરી ફટાકડા પણ ફોડ્યા

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીના પરિણામોમાં કેન્દ્રમાં મોદી સરકારને સ્પષ્ટ બહુમતી મળતા અમદાવાદ સ્ટોક એક્સચેન્જના શેરદલાલોએ કેક કાપીને સેલીબ્રેશન કર્યું હતું.

લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ એનડીએને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે. અને નવી દિલ્હીમાં સ્પષ્ટ બહુમતીવાળી સરકાર આવી છે, જેને શેરબજારે વધામણા આપ્યા હતા.  અમદાવાદ શેરબજારના શેરદલાલોએ માર્કેટમાં ટ્રેડિંગ સેશન બંધ થયું પછી ભેગા થઈને કેક કાપીને ઉજવણી કરી હતી. ફટાકડા પણ ફોડ્યા હતા.

અગ્રણી શેરદલાલોએ કહ્યું હતું કે નવી દિલ્હીમાં સ્પષ્ટ બહુમતીવાળી સરકાર આવી છે, જેથી દેશ વધુ આર્થિક વિકાસ કરી શકશે, અને વિદેશી નવું વધુ મૂડીરોકાણ ભારતમાં આવશે. ભારત તરફ નવા વિશ્વાસનું વાતાવરણ સર્જાશે

(9:01 am IST)