ગુજરાત
News of Friday, 24th May 2019

નવસારી સીટમાં સીઆર પાટીલનો સૌથી વધુ 6,89,668 મતથી વિજય :વડોદરાના રંજનબેન ભટ્ટે પણ 5,87,825 મતથી જીત્યા :

અમિત ભાઈ શાહ 557014ની જંગીલીડ :અડવાણીનો રેકોર્ડ તોડ્યો

 

ગુજરાતની 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપના બે ઉમેદવારોએ રાષ્ટ્રીય અધ્યક્ષ કરતાં પણ વધુ માર્જિનથી જીત મેળવી છે. જેમાં પ્રથમ નવસારીના ઉમેદવાર સી આર પાટિલે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને 6,89,668 મતથી હરાવ્યાહતા .

  વડોદરાના ભાજપના ઉમેદવાર રંજના ભટ્ટે કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલને 5,87,825 મતથી હરાવ્યા છે.વડોદરા સીટ છે જ્યાં વર્ષ 2014ની લોકસભામાં વડાપ્રધાન મોદી ચૂંટણી લડ્યા હતા, વખતે તેઓ 5,70128 મતની લીડથી જીત્યા હતા.

    ભાજપ અધ્યક્ષ અમિતભાઇ  શાહે ગાંધીનગર બેઠક પર કોંગ્રેસનો સફાયો કર્યો છે. અમિતભાઈ  શાહને 894624 મતો જ્યારે સી જે ચાવડાને 337610 મતો મળ્યાં. અમિત ભાઈ શાહ 557014ની જંગી લીડથી ચૂંટણી જીતી ગયાં.

(1:16 am IST)