News of Thursday, 24th May 2018
અમદાવાદના સિંધુભવનના સેલવેસન હુક્કાબારમાં દરોડો : ત્રણ યુવક -ત્રણ યુવતીની અટકાયત :માલિક વિરુદ્ધ ગુન્હો
જુદી જુદી ફ્લેવરના હુક્કા સાથે મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
અમદાવાદના સિંધુભવન પર આવેલા સેલવેશન હુક્કાબાર પર પોલીસ દ્વારા દરોડો પાડીને ત્રણ યુવક અને ત્રણ યુવતીની અટકાયત કરાઈ છે અને હુક્કાબારમાંથી જુદી જુદી ફ્લેવરના હુક્કા જપ્ત કરીને હુક્કાબારના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
મળતી વિગત મુજબ પોલીસને મળેલી બાતમીને આધારે અમદાવાદના સિંધુભવન પર આવેલા સેલવેશન હુક્કાબાર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે ત્રણ યુવતી અને ત્રણ યુવકની અટકાયત કરી છે. પોલીસે જુદી જુદી ફ્લેવરના હુક્કા સાથે મુદ્દામાલ જપ્ત કરી હુક્કાબારના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો અને કાયદેસરની કાર્યવાહી કાર્યવાહી કરી છે.
(10:58 pm IST)