ગુજરાત
News of Thursday, 24th May 2018

સુરતમાં નિપાહ વાયરસ અંગે સેમિનાર યોજાયો :ગાંધીબાગમાં સૌથી વધુ ચામાચીડિયા

500થી વધુ લોકોને લક્ષણો અને સાવચેતી બાબતે માહિતી અપાઈ

સુરત :સુરતમાં નિપાહ વાયરસ અંગેનો એક સેમિનાર સેમિનાર યોજાયો હતો. સિવિલ હોસ્પિટલમાં યોજાયેલા સેમિનારમાં હોસ્પિટલ સ્ટાફના ૫૦૦થી વધુ લોકોને નિપાહના લક્ષણો, સમજ અને સાવચેતીના પગલાં કેવી રીતે લેવા તે અંગે માહિતી અપાઈ હતી.સાથે શહેરમાં ચામાચીડિયા સૌથી વધુ ગાંધી બાગના ઝાડમાં રહેતા હોવાનું આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું હતું.

   સેમિનારમાં નિપાહ વાયરસ અંગેની અફવાઓથી દૂર રહીને તબીબો અને નર્સને નિપાહના લક્ષણો,તે કેવી રીતે ફેલાય છે. અને તેનાથી બચવા માટે તથાં દર્દીઓને બચાવવા માટે શું કરી શકાય તે અંગેની વિસ્તૃત જાણકારી સાથે સિવિલ હોસ્પિટલમાં નિપાહના રોગને ન ફેલાઈ અને ફેલાઈ તો કેવી રીતે બચી શકાય તે માટે ઉભી કરાયેલી સુવિધાઓ વ્યવસ્થાઓ અંગે અને સિવિલમાં અલાયદો વોર્ડ ઉભો કરવાની સાથે સ્ટાફને પણ તે રીતે તૈયાર કરવાની માહિતી અપાઈ હતી.
    શહેરના ચોક સ્થિત આવેલા ગાંધીબાગમાં ચામાચીડિયા સૌથી વધુ પ્રમાણમાં વસવાટ કરતાં હોવાનું આઈડેન્ટિફાઈ થયું છે. ગાંધીબાગમાં મોટી સંખ્યામાં આવેલા આસોપાલવમાં આ ચામાચીડિયા રહે છે.

(8:29 pm IST)