ગુજરાત
News of Thursday, 24th May 2018

સુરત રેન્જ વડા જી.એસ.મલીક બીએસએફમાં મુકાયા

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મલીકને તાત્કાલીક અસરથી છુટા કરવા ચીફ સેક્રેટરીને પત્ર પાઠવાયો

રાજકોટ, તા.૨૪: સુરતના રેન્જ આઈજીપી અને સીનીયર કક્ષાના આઈપીએસ અધીકારી જી.એસ.મલીકને બીએસએફમાં તાત્કાલીક અસરથી ડેપ્યુટેશન પર મુકતો હુકમ કેન્દ્રીય ગૃહ ખાતા દ્વારા કરી ગુજરાતના ચીફ સેક્રેટરી જે.એન.સીંધને આ બાબતે પત્ર પાઠવી મલીકને તાત્કાલીક અસરથી બીએસએફમાં હાજર થવા ગુજરાત સરકારની સેવાઓમાંથી રીલીવ કરતો હુકમ અનિલ સુબ્રમનયમ ડાયરેકટર ઓફ પોલીસની સહીથી સ્પીડ પોસ્ટથી મોકલાયો છે.

જી.એસ.મલીક મહારાષ્ટ્રનામ નાસીક ખાતે હાલમાં ઈન્ટરસ્ટેટ બોર્ડર સીકયોરીટીની બેઠકમાં ભાગ લેવા ગયા છે. તેવા સમયે જ તેમનો આ ઓર્ડર કરવામાં આવ્યો છે. તેઓની સેવા પાંચ વર્ષ માટે બીએસએફમાં લેવામાં આવશે. અત્રે યાદ રહે કે ગુજરાતમાં બીએસએફના વડા તરીકે અજય તોમર નામના આઇપીએસ અધીકારી ફરજ બજાવે છે. તેમનો કાર્યકાળ પણ પુરો થતો હોવાથી તેઓ સ્ટેટ કેડરમાં પરત ફરશે.

(4:26 pm IST)