ગુજરાત
News of Thursday, 24th May 2018

કર્મચારીઓને જાહેર રજામાં રજાપ્રવાસ વતન પ્રવાસે રાહત યોજનાનો લાભ નહિં

કર્મચારીની દ્વિધા દુર કરતો નાણા વિભાગનો પરિપત્રઃ આગળ પાછળની જાહેર રજાના લાભ સાથે રાહત યોજનાનો લાભ મળવાપાત્ર

રાજકોટ તા. ૨૪: રાજયના નાણા વિભાગે જાહેર રજાના દિવસ દરમ્યાન રજાપ્રવાસ-વતન પ્રવાસ રાહત યોજનાના લાભ બાબતે સ્પષ્ટતા કરતો મહત્વનો પરિપત્ર ગઇકાલે તા ૨૩ મે એ વિભાગના નાયબ સચિવ શૈલેષ પરમારની સહીથી પ્રસિધ્ધ કર્યો છે.ઙ્ગ

પરિપત્રમાં જણાવાયુ છે કે, વેકેશન ખાતામાં નોકરી કરતા સરકારી કર્મચારીની બાબતમાં વેકેશનના સમયને રજા તરીકે ગણી રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત મેળવી શકશે. તે મુજબની જોગવાઇ કરવામાં આવેલ છે. આ, રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત યોજનાનો લાભ જાહેર રજાના દિવસે મેળવી શકાય કે કેમ તે બાબતે સદરહુ નિયમોમાં કોઇ સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવેલ ન હોઇ અમુક વિભાગો/કચેરીઓ દ્વારા રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત યોજનાનો લાભ જાહેર રજા દરમ્યાન મંજુર કરવામાં આવેલ હોવાની બાબત નાંણા વિભાગના ધ્યાન ઉપર આવેલ છે.

જાહેર રજા એ ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો ૨૦૦૨ મુજબ રજાનો પ્રકાર ન હોવાથી જાહેર રજા દરમ્યાન રજા પ્રવાસ/વતન પ્રવાસ રાહત યોજનાનો લાભ મંજુર કરવાનો રહેતો નથી નાંણા વિભાગના તો૨૮/૮/૨૦૧૫ ના સંકલીત ઠરાવની જોગાવઇ ધ્યાને લેતા ભવિષ્યમાં, જાહેર રજાના દિવસ ખરમ્યાન રજા પ્રવાસ/વતન પ્રવાસ રાહત યોજનાનો લાભ કોઇપણ સંજોગોમાં મંજુર કરી શકાશે નહીં પરંતુ આગળ-પાછળની જાહેર રજાના લાભ સાથે રજા પ્રવાસ/વતન પ્રવાસ રાહત યોજનાનો લાભ મંજુર કરી શકાશે તે પ્રમાણેની સુચનાઓ આથી સર્વે વહીવટી વિભાગો/ખાતાના વડાની કચેરીઓને આપવામાં આવેલ છે પરિપત્રની તારીખ સુધીના આ પ્રકારના કેસોને નિયમિત ગણી નિકાલ કરવાનો રહેશે.(૩.૪)

(11:49 am IST)