ગુજરાત
News of Thursday, 24th May 2018

બેન્ક કર્મચારીઓના દેખાવઃ ૩૦-૩૧ના ધરણા

૨ ટકાની પગારવધારાની ભીક્ષા સ્વિકારવા ઇન્કારઃ બેન્કોની ખોટ માટે કર્મચારી જવાબદાર નથીઃ બોર્ડ-અધિકારીઓ જવાબદારઃ કિરીટ અંતાણી

રાજકોટ તા.૨૪: બેન્ક કર્મીઓની નોકરીની શરતો અને પગાર વધારા મુદ્દે છેલ્લા કેટલાક સમયથી વાટાઘાટો ચાલી રહી છે. આઇબીએ બેન્ક કર્મીઓના ૨ ટકા પગાર વધારાના પ્રસ્તાવને બેન્ક કર્મીઓએ ઠુકરાવી દીધેલ છે. ગુજરાત બેન્ક વર્કસ યુનિયનના મંત્રી કે.પી.અંતાણીના જણાવ્યાનુસાર આઇબીએ પગાર વધારો નહીં કરવાનું કારણ બેન્કની ખોટ બતાવી છે. બેન્કોના ઓપરેટિંગ પ્રોફિટ વધતો જાય છે પણ સાથોસાથ એનપીએના છ રેશિયોનો પણ વધારો થતો જાય છે. બિનઉત્પાદક અસ્કયામતો માટે ૭૩ ટકા ઉદ્યોગગૃહો જવાબદાર છે. આ લોન બેન્કના બોર્ડ અથવા ઉચ્ચ અધિકારી દ્વારા આપવામાં આવે છે.જેમાં  કર્મચારીઓ કોઇ રીતે જવાબદાર નથી. તો શું કામ બેન્કના અધિકારી અને બોર્ડની ભૂલનો ભોગ કર્મીઓ બને. આગામી ૩૦ અને ૩૧ મેના રોજ બેન્ક કર્મીઓ ધરણાં કરશે. જેના ભાગ રૂપે ગુરૂવારે સાંજે બેન્ક ઓફ ઇન્ડિયા ખાતે ધરણાં કરાશે.

(11:47 am IST)