ગુજરાત
News of Sunday, 24th April 2022

વડનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીઍ બાળપણમાં કામ કરેલા ચાના સ્ટોલને સાચવવામાં આવશે

તેને નરેન્દ્રભાઇ મોદીના સ્ટોલ નોજ નંબર T- 13 આપવામાં આ

વડનગર: PM નરેન્દ્ર મોદી અને વડનગરનો જૂનો નાતો રહ્યો છે PM નરેન્દ્ર મોદીનું બાળપણ એ વડનગરમાં વિત્યું છે અને PM નરેન્દ્ર મોદી દ્વારા બાળપણનો અભ્યાસ પણ વડનગરમાં કરતાં હતાં અને અભ્યાસ સાથે સાથે તેઓ વડનગર રેલવે સ્ટેશન ખાતે પોતાના પિતા દ્વારા ચલાવવામાં આવતી ચાની કિટલીમાં જઈને મદદ પણ કરતાં હતાં ત્યારે થોડા સમય પહેલા વડનગર રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું ત્યારે હવે વડનગર રેલવે સ્ટેશનના નવીનીકરણ બાદ નવું ટી સ્ટોલ લાવવામાં આવ્યું છે.

જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાળપણમાં કામ કરેલા ચાના સ્ટોલને સાચવવામાં આવશે પ્રવાસીઓને જોવા માટે આ ટી સ્ટોલને સાચવવામાં આવશે.

ત્યારે નરેન્દ્ર મોદીના પિતાના સ્ટોલની બનાવટનું આબેહૂબ નવું ટી સ્ટોલ તૈયાર કરવામાં આવ્યું છે અને આ ટી સ્ટોલને હાલમાં વડનગર રેલવે સ્ટેશન ખાતે મુકવામાં આવ્યું છે.

જૂની ડિઝાઇન સાથે તૈયાર કરાયેલા ટી સ્ટોલ રેલવે સ્ટેશન પર મુકવામાં આવ્યું છે જે નવીન ટ્રી સ્ટોલ મુકવામાં આવ્યું છે તેને નરેન્દ્ર મોદીના સ્ટોલ નોજ નંબર T- 13 આપવામાં આવ્યો છે

(2:29 pm IST)