ગુજરાત
News of Saturday, 24th April 2021

મિટિંગમાં લેવાયો નિર્ણય : સોમવારથી આવતા શનિવાર સુધી રાજપીપળાના બજારો સાંજે ચાર વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે

રાજપીપળામાં ચાર દિવસના બંધ બાદ શનિવારે ફરી વેપારીઓ સાથે મિટિંગમાં સોમવારથી સાંજે 4 વાગ્યા સુધીજ બજારો ખુલ્લા રાખવા નીંર્ણય લેવાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા અગાઉ ત્રણ દિવસ અને ત્યારબાદ ચાર દિવસના સ્વૈચ્છિક બંધ બાદ આજે શનિવારે સાંજે ફરી વહીવટી તંત્ર અને વેપારીઓ વચ્ચે પ્રાંત કચેરી ખાતે મિટિંગ યોજાઈ હતી.જેમાં પ્રાંત અધિકારી ભગત,ડીવાયએસપી રાજેશ પરમાર એપેડમીક અધિકારી ડો.કશ્યપ એ વેપારીઓ ના બંધ બાબતે મત જાણ્યા બાદ હજુ ત્રણ ચાર દિવસ બંધ રખાઈ એવી આશા વ્યક્ત કરી હતી પરંતુ વેપારી મંડળ ના રમણસિંહ રાઠોડ,પંકજભાઈ શાહ સહિતના વેપારીઓ આ બાબતે સંમત ન થઈ અઠવાડિયું સવાર થી સાંજે ચાર વાગ્યા સુધી બજારો, દુકાનો ખુલ્લા રાખવા પોતાનો અભિપ્રાય આપતા  હાજર અધિકારીઓ એ આ બાબત માન્ય રાખી કોઈ દબાણ ન કરી કોરોના સંક્રમણ ન વધે તેની કાળજી રાખવા વેપારી ઓને જણાવ્યું હતું.
  આજની મિટિંગમાં રવિવારે આખો દિવસ દુકાનો, બજાર ચાલુ રહેશે અને સોમવાર થી આવતા શનિવાર સુધી સાંજે ચાર વાગે દુકાનો બંધ કરવા સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું.આવતા શનિવારે સાંજે પુનઃ કોરોના સંક્રમણ કેવું છે એ માટે મિટિંગ કરી આગળનો નિર્ણય લેવાશે તેમ નક્કી કરવામાં આવ્યું છે.

(11:37 pm IST)