ગુજરાત
News of Saturday, 24th April 2021

રાજપીપળા દરબાર રોડ પર પાણીનો વાલ બગડતા ઘણા વિસ્તારોમાં પાણીની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ

શનિવારે સવારથી પીવા-વાપરવાનું પાણી પણ ન મળતા ગૃહિણીઓમાં કકળાટ,અવાર નવાર બગડતા વાલ ની રામાયણ નો કાયમી ઉકેલ લવાઈ તેવી માંગ: વોર્ડ નં.5 ના સદસ્ય એ દરમિયાનગીરી કરી સ્થાનિકો ને પાણીની તકલીફ ન પડે એ માટે પાલીકા માંથી ટેન્કર મંગાવ્યું પરંતુ તેની પાઇપો ચારેબાજુ થી લિકેઝ હોવાથી પરત ફર્યો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળા શહેરમાં વારંવાર પાણીની મોકાણ જોવા મળે છે જેમાં પાઈપ લાઈન લિકેઝ,વાલ બગડવા,ઓછા ફોર્સથી પાણી મળવું જેવી તકલીફો થી ગૃહિણીઓ તોબા પોકારી ઉઠી છે માટે ફિલ્ટર પાણીની લાઈનો નું કામ વહેલી તકે કરી જૂની લાઈનો બંધ કરી નવી લાઈનો શરૂ કરાઇ તેવી માંગ ઉઠી છે.

જોકે પાલીકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે થોડા સમય પહેલા જ ફિલ્ટર પાણીની લાઈનો ચાલુ કરવા નગરજનો ને વિશ્વાસ આપ્યો હતો ત્યારે આ કામ ઝડપી પૂર્ણ કરી પાણીની કાયમી રામાયણ દૂર કરે તેવી લોકો આશા રાખી રહ્યા છે.અને આવી પાણીની કટોકટી સમયે શહેરની નાની ગલીઓમાં જતા પાણીના ટેન્કરો ની લીકેજ પાઇપો અને જરૂરી સાધનો બાબતે મુખ્ય અધિકારી યોગ્ય કામગીરી કરાવે એ પણ જરૂરી છે.

(11:33 pm IST)