ગુજરાત
News of Saturday, 24th April 2021

રાજપીપળા જુમાં મજીદમાં નમાજ પઢાતા 100 જેવા માણસો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા જુમાં મસ્જિદ માં નમાજ પઢવા એકઠા થયેલા 100 થી વધુ મુસ્લિમ સમાજના લોકો વિરુદ્ધ પોલીસે જાહેરનામા ભંગ નો ગુનો દાખલ કર્યો છે.
રાજપીપળા સહિત જિલ્લામાં હાલ કોરોના ની વિકટ પરિસ્થિતિમાં જાહેરનામું લાગુ હોવા છતાં વિસાવાગા પાસે આવેલી જુમાં મસ્જિદ માં નમાજ પઢાવનાર મોલવી સહિત નમાજ પઢવા ભેગા થયેલા 100 થી વધુ મુસ્લિમ સમાજના લોકો વિરુદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશન ના પીએસઆઇ આઇ.આર.દેસાઇ એ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી છે

(11:31 pm IST)