ગુજરાત
News of Saturday, 24th April 2021

વલસાડ જિલ્લા માટે માર્ગદર્શન રૂપ :કોરોના અટકાવવા પારડી પોલીસનો અનોખો અને સચોટ પ્રયાસ :કોરોના સંક્રમણ અટકાવવા માસ્ક જ નહી, પરંતુ ફેઇસ શિલ્ડ પહેરાવવાનું અભિયાન

(કાર્તિક બાવીશી દ્વારા)વલસાડમાં કોરોનાની ચેઇન બ્રેક કરવા જિલ્લા કલેક્ટરે પોલીસ સાથે બ્રેક ધ ચેઇન નું અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત પારડી પોલીસે માસ્ક જ નહી, પરંતુ ફેઇસ શિલ્ડ પહેરાવાનું શરૂ કર્યું છે. જેની સમગ્ર ટાઉનમાં વાહવાહી થઇ રહી છે. વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ કંઇને કંઇ નવું કરવાની નેમ ધરાવતા પારડી પીએસઆઇ બી. એન. ગોહિલે કોરોના સંક્રમણ અટકાવવા માસ્ક જ નહી, પરંતુ ફેઇસ શિલ્ડ પહેરાવવાનું શરૂ કર્યું છે. કાપડના માસ્કને લઇ કોરોનાનો વાઇરસ ફેલાઇ શકે છે, પરંતુ ફેઇસ શિલ્ડ થી કોરોના ફેલાવાની શક્યતા 99 ટકા ઘટી જાય છે. જેના માટે પારડી પીએસઆઇ બી. એન. ગોહિલે ફેઇસ શિલ્ડ વહેંચવાનું પણ શરૂ કર્યું છે. ફેઇસ શિલ્ડનો આ અનોખો પ્રયાસ સમગ્ર ભારતમાં પ્રથમવાર થઇ રહ્યો હોવાનું જોવા મળ્યું છે. પોલીસની આ આગવી કામગીરીની સમગ્ર જિલ્લામાં વાહવાહી થઇ રહી છે. શાકભાજી વેચાણ કરનાર હોઈ કે લારી પર વેચાણ કરનાર હોઈ પણ ફેઇસ શિલ્ડ  જોવા મળશે જેનુ જનતા ને પણ માર્ગદર્શન પીએસઆઈ બી.એન.ગોહિલ આપી રહ્યા છે માત્ર તેનો ઉદેશ કોરોના થી લોકો કેમ સુરક્ષિત રહે તેની નેમ છે

(11:06 pm IST)