ગુજરાત
News of Saturday, 24th April 2021

મહેમદાવાદ પોલીસે લક્ષ્મીપુરાની સીમમાં ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી તપાસ હાથ ધરી

 મહેમદાવાદ:પોલીસે ગુરુવારની મોડી રાતે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસની ગાડીની લાઇટ પડતા ગાડીમાં બંને વ્યક્તિઓ પોલીસટીમને હાથતાળી આપી ફરાર થવામાં સફળ રહ્યા હતા. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે બે વ્યક્તિઓ વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ગુરુવારની મોડી રાતે મહેમદાવાદ સ્થાનિક પોલીસની ટીમ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં નિકળી હતી. તે સમયે લક્ષ્મીપુરા સીમ તરફ જતા સ્મશાન આગળ એક ગાડી પડી હતી. જેથી પોલીસ ટીમને શંકા જતા પોલીસ ટીમ ગાડી તરફ ગઇ હતી. તે સમયે પોલીસની ગાડીની લાઇટ પડતા ગાડીમાં ચાલકે પોતાની ગાડી લક્ષ્મીપુરા થી ખાંડીવાવ તરફ હંકારી મૂકી હતી. તે સમયે પોલીસ ટીમે વિદેશી દારૂ ભરેલી ગાડીનો પીછો કરતા ગાડીના ચાલકે થોડે આગળ ગાડી મૂકી  અંધારાનો લાભ લઇ ફરાર થવામાં સફળ રહ્યા હતા.

પોલીસ ટીમ ગાડીની તલાસી લેતા મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસ ટીમે ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૨૫૨ કિ.રૂા. ૧,૨૬,૦૦૦, બિયર ટીન નંગ-૯૬ કિ.રૂા. ૯,૬૦૦, મોબાઇલ ફોન કિ.રૂા. ૩૦૦૦,ગાડી કિ.રૂા  ૨,૦૦,૦૦૦ એમ મળી કુલ રૂા.૩,૩૮,૬૦૦ નો મૂદ્દામાલ જપ્ત કર્યો  છે.

(5:12 pm IST)