ગુજરાત
News of Saturday, 24th April 2021

ખેડા જિલ્લામાં ગાંધીપુરા નજીક ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા મશીનરી પાછળની ગાડીમાં પડતા બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નડિયાદ: તાલુકાના હાથજ  ગામમાં રહેતા મૂકેશકુમાર ચૌહાણ મોરબીથી નડિયાદ એસ.ટી.બસ લઇ પરત આવી રહ્યા હતા. તે સમયે રાત્રીના પોણા આઠ વાગ્યાના સૂમારે નડિયાદ બસસ્ટેન્ડથી એસ.ટી વર્કશોપમાં જતાં અચાનક એક એક્ટિવાના ચાલકે પોતાનુ એક્ટિવા પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી બસના પાછળના ભાગે અથડાયુ હતુ. જેથી એક્ટિવા ચાલકને ઇજાઓ પહોચી હતી.આ બનાવ અંગે એસ.ટી બસના ચાલક મૂકેશભાઇ ગણપતસિંહ ચૌહાણે નડિયાદ ટાઉન પોલીસ મથકે અજાણ્યા એક્ટિવા ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા શહેરમાં રહેતા હિરેનભાઇ ગુરુવારના રોજ હરીયાળા તેમના ફોઇના ઘરે ગયા હતા.આ બાદ હિરેનભાઇ અને તેમના ફોઇનો દિકરો મેહુલભાઇ ગાંધીપુરા પાસે જમવાનુ લેવા માટે આવ્યા હતા.જમાવાનુ લઇ ખેડા તરફ ગાડી ઉભી રાખી હતી.તે સમયે એક ટ્રેલરના ચાલકે પોતાનુ ટ્રેલર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી અચાનક બ્રેક મારતા ટ્રેલરમાં ભરેલ મશીનરીના પટ્ટા તુટી ગયા હતા અને મશીનરી ગાડીમાં પડતા હિરેનભાઇ અને મેહુલભાઇ ગાડીમાં દબાઇ ગયા હતા. તે સમયે આસપાસના લોકો દોડી આવી ગાડીમાં દબાયેલ બંને વ્યક્તિઓને બહાર કાઢી સારવાર અર્થે લઇ જવાયા હતા. આ બનાવ અંગે હિરેનભાઇ અરવિંદભાઇ વાઘેલાએ ખેડા પોલીસ મથકે ટ્રેલરના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે ખેડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:11 pm IST)