ગુજરાત
News of Saturday, 24th April 2021

સુરતના અમરોલી વિસ્તારમાં તરુણીને લગ્નની લાલચ આપી વતન ભગાડી જઈ બળાત્કાર ગુજારનાર નરાધમને જામીનની અરજી અદાલતે નામંજૂર કરી

 

સુરત: શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી તરૃણીને લગ્નની લાલચ આપીને પોતાના વતન ઉત્તરપ્રદેશ ભગાડી જઈ બળાત્કાર ગુજારવાના કેસમાં જેલવાસ ભોગવતા આરોપી યુવક સામે ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસનો નિર્દેશ આપી પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાએ જામીનની માંગ નકારી કાઢી છે. કતારગામ જીઆઈડીસમાં સંચાના ખાતામાં કામ કરતાં મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના વતની 19 વર્ષીય આરોપી શિવમ્ ઉર્ફે શીવા વિમલ ગૌરીશંકર ગુપ્તાએ તા.28-9-20ના રોજ અમરોલી ખાતે રહેતી 15 વર્ષ 11 માસની તરૃણીને લગ્નની લાલચ આપી પોતાના વતન ભગાડી ગયો હતો.આરોપીએ ભોગ બનનાર તરૃણી સાથે એકથી વધુ વાર શરીર સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હોઈ તરૃણીની ફરિયાદી માતાએ આરોપી શિવમ્ ઉર્ફે શીવા ગુપ્તા વિરુધ્ધ અમરોલી પોલીસમાં ફોજદારી ફરિયાદ નોંધાવી હતી.

 

જેથી પોક્સો એક્ટના ભંગ સહિત અન્ય ગુનામાં આરોપીની ધરપકડ કરી અમરોલી પોલીસે ે જેલ કસ્ટડીમાં મોકલ્યો હતો.હાલમાં જેલવાસ ભોગવતા આરોપીએ જામીન માટે માંગ કરતાં ફરિયાદપક્ષે એપીપી કિશોર રેવાલીયાએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી હતી.સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપીને જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની તથા પરપ્રાંતીય હોઈ ટ્રાયલમાં હાજર ન રહે તેવી સંભાવના છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપી શિવમ્ ગુપ્તાના જામીનની માંગને નકારી કાઢી હતી.

(5:05 pm IST)